દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ,બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત

દહેગામમાં જૂથ અથડામણ – રવિવારે ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમની આ સફળતા પર સમગ્ર દેશમાં ઉત્સાહની લાગણી હતી. વિવિધ શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટ ચાહકો તિરંગા લેતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા.ગાંધીનગરના દહેગામામાં પણ આ ઉજવણીનો દ્રશ્ય મોડી રાત્રે જોવા મળ્યો હતો, પરંતુ દહેગામના વિસ્તારમાં ઊજવણી દરમ્યાન બે જૂથો વચ્ચે  અથડામણ થઇ અને પથ્થરમારો શરૂ થયો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને 15 થી વધુ વાહનોને નુકસાન થયું., પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી.

દહેગામમાં જૂથ અથડામણ – નોંધનીય છે કેઅહેવાલ મુજબ, દહેગામના કસ્બા વિસ્તારમાં આ ઘટનાની શરૂઆત એ સમયે થઈ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં જીતની ઉજવણી ધૂમધામથી ચાલી રહી હતી. આ ઉત્સાહભરી ઉજવણી દરમ્યાન, કોઈ કારણોસર બે જૂથો વચ્ચે બોલચાલ થઇ, જે બાદ પથ્થરમારો શરૂ થયો.આ અથડામણમાં 15થી વધુ સ્થાનિક વાહનોને નુકસાન થયું હતું. ઉપરાંત, બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનો તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

, ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લઈ હતી. આ મારામારીના મામલે, પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો –  મુસ્લિમ સંગઠને મોદી સરકારને આપ્યું અલ્ટીમેટમ,વકફમાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *