વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર કરાયું જાહેર

વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર, વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. 12 મૃતક બાળકોના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે?  વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને 2 શિક્ષકના મૃત્યુથી માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના ગત મહિને એક વર્ષ પૂર્ણ થયું છે, અને હવે એક વર્ષ બાદ, હરણી બોટકાંડના મૃતકોના પરિવાર માટે વળતર જાહેર કરાયું છે. એક વર્ષથી ન્યાયની આશા રાખતા અને વ્યથિત પરિવારોને હવે તંત્ર તરફથી વળતર જાહેર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. એટલે કે, પ્રત્યેક બાળ મૃતકના પરિવારજનને 31,75,700 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 નું વળતર જાહેર કરાયું છે. મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું વળતર જાહેર કરાયું છે. આ ઉપરાંત બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે. આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *