અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ

VACATION HANDWRITINE COURSE

VACATION HANDWRITINE COURSE- જુહાપુરા મુકામે અમવા અને રઝા એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025” ધમાકેદાર રીતે પૂર્ણ થયો. આ એક સપ્તાહીય કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓના હસ્તલેખ સુધાર અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન અપાયું. તાલીમને અંતે વિદ્યાર્થીઓના પ્રયત્ન અને સમર્પણના સન્માનરૂપે એક ભાવનાત્મક સમારોહ યોજાયો. સમારોહમાં રઝા સર દ્વારા બનાવવામાં આવેલી દ્રષ્ટાંતાત્મક ચિત્રકળાનું વિશેષ પ્રસ્તુતિ પણ જોવા મળ્યું.

VACATION HANDWRITINE COURSE – માતાપિતા અને વિદ્યાર્થીઓ જેમના સહયોગથી આ કાર્યક્રમ યાદગાર બન્યો.સફળ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને અમવા તરફ થી રોકડ ઈનામ પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં અમવા નાં પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ કરવાનું આહ્વાન કરતા ,ઉચ્ચ અભ્યાસ માટે તમામ પ્રકાર ની મદદ ની ખાત્રી આપી હતી.

જનાબ મહંમદ શરીફ દેસાઈ, (પ્રમુખ,ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ),શ્રી યુસુફભાઈ રાધનપુરા (નિવૃત નાયબ વાણિજ્યક વેરા કમિશનર),ઈકબાલહુસેન સૈયદ(નિવૃત મેનેજર,બાટા કંપની) શ્રી એ.સલામ શેખ(જાણીતા સામાજિક આગેવાન),અબ્દુલ રશીદ અજીજી (નિવૃત પ્રિન્સિપાલ I.I.T) વગેરેએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા.

RAZA ART ACADEMY” ની સમર્પિત ટીમ, AMWAના તમામ સ્વયંસેવી, રીઝવાનાબેન કુરેશી, ઝાકેરાબેન કાદરી, ઝુબેદાબેન ચોપડા,સુહાનાબેન દેસાઈ અને ખાસ કરીને તે તમામ બાળકવિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર જેમણે આ કાર્યક્રમને ખૂબ જ ખાસ અને સફળ બનાવ્યો!
રઝા સરનો કાવ્યરૂપ સંદેશ “તેરે સીને મેં દમ હૈ, દિલ નહીં હૈ. તેરા દમ ગર્મ-એ-મહફિલ નહીં હૈ. ગુઝર જા અકલ સે આગળ કે યે નૂર. ચરાગ-એ-રાહ હૈ, મંજિલ નહીં હૈ..ચાલો. આપણે અમારા બાળવિદ્યાર્થીઓને એવી કળાઓથી સજ્જ કરીએ કે જ્યાં દરેક પાનાં પર તેમની ઓળખ ઝળકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *