ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી છે. આ નિર્ણય સાથે કોંગ્રેસે કડી બેઠક પર જોરદાર રાજકીય લડાઈનો સંકેત આપ્યો છે. રમેશ ચાવડા, જેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હીતુ કનોડિયાને હરાવીને વિજય મેળવ્યો હતો, તેઓ ફરી એકવાર આ બેઠક પર કોંગ્રેસનું નેતૃત્વ કરશે.
રમેશ ચાવડાનો રાજકીય સફર અને અનુભવ
રમેશ ચાવડા કડી વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે અને તેમનો સ્થાનિક સમાજ સાથે ગાઢ સંબંધ છે. 2012માં તેમણે ભાજપના મજબૂત ઉમેદવાર હીતુ કનોડિયાને પરાજય આપીને કડી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો હતો. જોકે, 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ તેમને હરાવ્યા હતા. હવે, 2025ની પેટા ચૂંટણીમાં રમેશ ચાવડા ફરી એકવાર પોતાની રાજકીય તાકાત દર્શાવવા મેદાને ઉતર્યા છે.
કડી પેટા ચૂંટણીનું મહત્વ
કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત સ્વ. કરશન સોલંકીના અવસાન બાદ થઈ હતી, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે ભાજપ તરફથી હીતુ કનોડિયા કે પિયૂષ સોલંકી જેવા નામોની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો – Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચતા ચુઆંગશ્રી બની મિસ વર્લ્ડ