બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો: બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD ) નેતા તેજસ્વી યાદવે (tejashviyadav) ગુરુવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિવાદ પર કહ્યું કે અમારી પાસે બિહાર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિકલ્પ છે.
#WATCH | Patna | On Bihar SIR, RJD leader Tejashwi Yadav says,”…We (all parties in Mahagathbandhan) could talk about boycotting the elections. We have this option.” pic.twitter.com/uyn2a9DVy1
— ANI (@ANI) July 24, 2025
તેજસ્વીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું
બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો: બિહારમાં હાલ sir મુદ્દે રાજકારણ ગરમાયો છે, રાષ્ટ્રીય જનતા દળના (RJD ) નેતા તેજસ્વી યાદવે SIR મુદ્દે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પંચ NDAના એક સાધન તરીકે કામગીરી કરી રહ્યું છે,જયારે 2024માં NDAની સરકાર બની ત્યારે આ મતદારો બરાબર હતા હવે અચાનક તેમાં તેમને આ મતદારોમાં ધૂસપેઠિયા જોવાઇ રહ્યા છે.તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે જો ચૂંટણીમાં બેઇમાની કરવી હોય અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું વિચારી શકીએ છીએ.
આ પણ વાંચો- GSSSB દ્વારા ગ્રંથપાલ વર્ગ-3ની 12 જગ્યાઓ માટે ભરતી જાહેર