ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે.

 

Devayat Khavad:  નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામ નજીક બાકુલા ધણેજ વિસ્તારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં દેવાયત ખવડ અને 12-15 શખસો દ્વારા ધ્રુવરાજસિંહની કિયા સેલટોસ કારને ટક્કર મારીને તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓએ ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો, જેમાં ધ્રુવરાજસિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના પૂર્વ આયોજિત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેમાં દેવાયત ખવડે રેકી કરીને આ હુમલો આયોજિત કર્યો હતો.

આ ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. દેવાયત ખવડ અને તેના સાથીઓને ઝડપી પાડવા માટે 5થી 7 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તાલાલા, ચિત્રોડ અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ શરૂ કરી. આ દરમિયાન, બાકુલા ધણેજ ગામ નજીકના પીઠળ આઈ માતાજી મંદિર પાસે જંગલમાંથી ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બિનવારસી મળી આવી હતી. જોકે, પાછળથી ખુલાસો થયો કે આ કાર દેવાયત ખવડની નથી, પરંતુ રાજકોટ અને અમરેલીના અન્ય માલિકોની છે.

છેલ્લે, 5 દિવસની શોધખોળ બાદ પોલીસે સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી. આ ઉપરાંત, હુમલામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને FSL ટીમની મદદથી પુરાવા એકત્ર કર્યા છે.

 

આ પણ વાંચો:   Porbandar માં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *