બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવવાનું રેકેટ ચલાવતા હતા.
કોર્પોરેટરોના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ
બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – સૂત્રોના જણાવ્યા અનુસાર ક આ રેકેટમાં કોર્પોરેટર શેજાદખાન પઠાણ, ગીતાબેન સોલંકી અને કમરુદ્દીનના લેટરપેડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
શેજાદખાન પઠાણના લેટરપેડ પર 4 નકલી ડોક્યુમેન્ટ બનાવાયા.
ગીતાબેન પરમારના લેટરપેડ પર 15 ડોક્યુમેન્ટ તૈયાર કરાયા.
કમરુદ્દીનના લેટરપેડ પર 2 ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા.
રાણા સરકારની ધરપકડ, દુકાનમાંથી નકલી ડોક્યુમેન્ટ મળ્યા
ATSએ રાણા સરકાર નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી, જે નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડના આધારે અમદાવાદમાં રહેતો હતો. તેની મોબાઈલ શોપમાં તપાસ દરમિયાન 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા. આ શોપમાં રાણા સરકાર, રિન્યુઅલ ઈસ્લામ અને સોએબ મહમદ મળીને ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતા.
શોએબ કુરેશીની દુકાનમાંથી મોટી માત્રામાં નકલી ડોક્યુમેન્ટ
શોએબ કુરેશીની દુકાનમાંથી ATSને 22 નકલી આધાર કાર્ડ અને સર્ટિફિકેટની નકલો મળી. આ ઉપરાંત, કોમ્પ્યુટરમાંથી 300થી વધુ ખોટા ડોક્યુમેન્ટના રેકોર્ડ હાથ લાગ્યા. આ રેકેટ દ્વારા 17 બાંગ્લાદેશીઓને નકલી ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવી આપવામાં આવ્યા હતા.
ATSની કાર્યવાહી
ગુજરાત ATSએ આ રેકેટનો પર્દાફાશ કરીને મોહમ્મદ ઉર્ફે રાણા સરકાર અને સોએબ મોહમદની ધરપકડ કરી છે. આરોપીઓની મોબાઈલ શોપમાંથી મળેલા નકલી ડોક્યુમેન્ટના આધારે તપાસ વધુ ઊંડી કરવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય બાંગ્લાદેશીઓ અને સ્થાનિક લોકોની સંડોવણીની પણ શક્યતા તપાસાઈ રહી છે.