નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?

New Gujarat Ministers

નવા મંત્રીમંડળ :  ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે.

નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓ વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, રસ્તાઓ અને મકાનો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનિજો, બંદરો, માહિતી અને પ્રસારણ, બધી નીતિઓ અને અન્ય પ્રધાનોને ફાળવવામાં ન આવેલા બધા વિષયો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીગૃહ વિભાગ (યથાવત), અને અન્ય મહત્ત્વના વિભાગો.

કેબિનેટ કક્ષાના પ્રધાનો (નવા મંત્રીમંડળ )

નવ નિયુક્ત કેબિનેટ પ્રધાનોને સોંપાયેલા મુખ્ય વિભાગો નીચે મુજબ છે.

  • કનુભાઈ દેસાઈ: નાણા વિભાગ (યથાવત) ઉપરાંત શહેરી વિકાસ વિભાગની વધારાની જવાબદારી.
  • ઋષિકેશ પટેલ: ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ.
  • જીતુ વાઘાણી: કૃષિ, પશુપાલન અને મત્સ્ય વિભાગ.
  • અર્જુન મોઢવાડિયા: વન અને પર્યાવરણ વિભાગ.
  • કુંવરજી બાવળીયા: શ્રમ, રોજગાર અને ગ્રામ્ય વિકાસ વિભાગ.
  • રમણભાઈ સોલંકી: ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ.

૩. રાજ્ય કક્ષાના પ્રધાનો (સ્વતંત્ર હવાલો)

રાજ્યકક્ષાના જે પ્રધાનોને સ્વતંત્ર હવાલો સોંપાયો છે, તેમની યાદી અને વિભાગો:

  • ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ: જળ સંસાધન અને પાણી પુરવઠો વિભાગ.
  • મનીષાબેન વકીલ: મહિલા બાળ વિકાસ અને સામાજિક ન્યાય વિભાગ.
  • પ્રફુલ પાનસેરિયા: આરોગ્ય વિભાગ.

૪. રાજ્ય કક્ષાના પ્રધાનો (નવા મંત્રીમંડળ )

નવા મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રીઓને નીચે મુજબના મહત્ત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે:

  • રમેશ કટારા: કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગ.
  • નરેશ પટેલ: આદિજાતિ વિકાસ વિભાગ.
  • કૌશિક વેકરિયા: ન્યાય અને કાયદો વિભાગ.
  • ડૉ. પ્રદ્યુમન વાજા: સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.
  • કાંતિલાલ અમૃતિયા: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર.
  • પ્રવિણકુમાર માળી: જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન.
  • ડૉ. જયરામભાઈ ગામીત: રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન.
  • કમલેશભાઈ પટેલ: નાણા, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા.
  • પુનમચંદ બરંડા: આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.
  • રીવાબા જાડેજા: પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ.
  • ત્રીકમ છાંગા: ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ.
  • દર્શનાબેન વાઘેલા: શહેરી વિકાસ વિભાગ.
  • સ્વરૂપજી ઠાકોર: ખાદી ઉદ્યોગ વિભાગ.
  • સંજયસિંહ મહિડા: મહેસુલ અને પંચાયત વિભાગ.
  • પરષોત્તમ સોલંકી: મત્સ્યોધોગ વિભાગ.

આ ખાતાની ફાળવણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો અને પ્રશાસનને ગતિ આપવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો:  ગુજરાત પ્રધાનમંડળના નવા મંત્રીઓની જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *