મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી પર ક્લિક કરતા લોડિંગ જ થાય છે, ખુલી રહી નથી, આ ઉપરાંત ચૂંટાયેલા પ્રુમુખ સહિત ઉપપ્રમુખનો ફોટો પણ જોવા નથી મળી રહ્યા.
ઉલ્લેખની છે કે મહેમદાવાદ શહેરના બજેટ અંગેની માહિતી પણ અપડેટ નથી કરવામાં આવી એવું લાગી રહ્યું છે કે મહેમદાવાદ નગરપાલિકાની માહિતી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, માહિતીસભર વેબસાઇટ એ પણ હાલના સોશિય મીડિયાના જમાનામાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ જોવા મળતી નથી, ક્યાં કારણસર આ વેબસાઇટ અપડેટ કરવામાં આવતી નથી.
આજના માહોલમાં મોદી સરકારે તમામ કામ ડિજીટલ કરી રહી હોય ત્યારે મહેમદાવાદ ડિજીટલ મામલે પછાત કેમ જોવા મળી રહ્યું છે, કેન્દ્ર સરકારે તો મેરી પંચાયતન નામની એક સ્પેશિય ડિજીટલ એપ પણ ચાલુ કરી છે,તમામ ગામની માહિતી સરળ રીતે મળી રહે તો મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટક્યારે અપડેટ થશે, ક્યાં કામ અને કાર્યો અમલમાં મૂક્યા છે તેની તમામ લેટેસ્ટ માહિતી મૂકાય તેવી મહેમદાવાદ શહેરીજનોની માંગ છે.શું વેબસાઇટ અપડેટ કરાશે કે પછી સરકારી નીતિ પ્રમાણે થાય છે અને થશે એવી નીતિ અપનાવશે..?