ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
નકલી હરાજીનું કૌભાંડ
ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : આ ઘટનામાં ગામના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલિયા મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે. નકલી પત્રો, લેટરપેડ અને સિક્કાઓનો ઉપયોગ કરીને યોજાયેલી આ હરાજીમાં પ્રતિ ચોરસ મીટર ₹300ની લાંચ લઈને પ્લોટની ફાળવણી કરવામાં આવી. ગ્રામજનોને ઓછી કિંમતે જમીન આપવાની લાલચ આપી, નકલી હુકમો અને બનાવટી દસ્તાવેજોના આધારે આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો.

દસ્તાવેજોની ખામીએ ખોલી પોલ
જ્યારે કેટલાક પ્લોટધારકોએ પોતાની જમીન વેચવાનો પ્રયાસ કર્યો, ત્યારે તપાસમાં આ હરાજી નકલી હોવાનું ખુલ્યું. દસ્તાવેજોમાં ઠરાવ વગરના હુકમ નંબર, તારીખ વગરના સર્ક્યુલર અને નકલી અધિકારીઓની સહીઓ જોવા મળી. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે. ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાએ જણાવ્યું કે, “અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.” આ નિવેદનથી સ્થાનિકોમાં રોષ વધ્યો છે, અને તેઓ આ મામલે ઊંડી તપાસની માંગ કરી રહ્યાં છે.

સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, આ કૌભાંડમાં મોટા અધિકારીઓની સાંઠગાંઠ હોઈ શકે છે. પછાત વિસ્તારોમાં વિકાસના નામે લોકોને છેતરવામાં આવ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, આ મામલે તાત્કાલિક તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાતમાં નકલી કૌભાંડોની વણઝાર
ગુજરાતમાં આવા કૌભાંડો નવા નથી. અગાઉ બોડેલી અને દાહોદમાં નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ હતી, જેમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી થઈ હતી. આ ઘટનાઓ રાજ્યના વહીવટી તંત્રની દેખરેખના અભાવને ઉજાગર કરે છે.