બોલિવૂડના જાણીતા નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. જાણકારી અનુસાર, તેમને 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની પુત્રી પિયા બેનેગલે મીડિયામાં તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
Director and screenwriter #ShyamBenegal passes away at 90. He breathed his last at 6.30 pm at Wockhardt Hospital, Mumbai.
The timing of his last rites will be declared later. We extend our sincere condolences to friends, family and fans.#RIPShyamBenegal #News pic.twitter.com/T9Jm4LsUUg
— Filmfare (@filmfare) December 23, 2024
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલે પોતાની ફિલ્મોથી એક અલગ જ છાપ છોડી હતી. તેમની વાર્તાઓએ વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવ્યા અને તેમણે દરેક ફિલ્મ દ્વારા સમાજને સંદેશ આપવાનો સખત પ્રયાસ કર્યો. હિન્દી સિનેમાને અનેક અનોખી ફિલ્મો આપનાર દિગ્દર્શક શ્યામ બેનેગલનું આજે નિધન થયું છે. તેમણે 23 ડિસેમ્બર 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે 6.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે કિડની સંબંધિત સમસ્યાથી પીડિત હતા. લાંબા સમયથી બીમાર હોવા છતાં, તેઓ કામથી દૂર ન રહ્યા, તેમણે નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખ્યું.