Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી છે,જે વિસ્તારમાં કચરા ડમ્પની સાઇટ બનાવવાની યોજના છે તે રહેણાંક વિસ્તાર છે. આ વિસ્તારમાં નાની મોટી સોસાયટી સાથે શાળાઓ પણ આવેલી છે.આ વિસ્તારની પ્રજા અને સ્થાનિક કોર્પોરેટરોએ આ કચરાની ડમ્પિંગ સાઇટ મકતમપુરા વિસ્તારમાંથી હટાવવામાં નહીં આવેતો ગાંધી માર્ગે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી તંત્રને આપી છે.મકતમપુરા વિસ્તારના તમામ કોર્પોરેટરોએ આ કચરા ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે. કોર્પોરેટર જુબેર પઠાણ, જેનબબેન શેખ સહિત સુહાના બેન મન્સુરીએ પણ મોખિક અને લેખિત રજૂઆત કરી હતી
Garbage dumping site from Makatpura- નોંધનીય છે કે મકતમપુર વોર્ડમાં ફરીવાર કચરાના ડમ્પનું કામ લાવવામાં આવ્યું છે તે આ કામ ૬ મહિના અગાઉ સખત વિરોધ ના કારણે મોફૂફ રાખેલ હતો તે ફરી ગ્યાસપુર મેટ્રો સ્ટેશનની સામે સર્વે નંબર 97/ એ /૧ અને /૨ જે ખુલ્લા પ્લોટ માં અમોને અગાઉ આ પ્લોટ ની જગ્યા એ જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની સામે અગાઉ સુંદર ગાર્ડન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું અને અમારી માંગ છે આજુબાજુ વિસ્તારમાં ગાર્ડન ન હોવાથી અહીં ગાર્ડન બનાવી અને બાજુમાં વોટર પંપિંગ સ્ટેશન બનાવી ગયાસપુર ની પ્રજા ની પ્રજા ને પીવાનું પાણી નથી ત્યા અહિથી પીવા માટે પાણી આપવામાં આવે તેવી અમારી વારેવાર માંગણી સાથે વોર્ડ સમિતિ માં અને AMC ની સામાન્ય સભા માં અને વાર્ષિક બજેટ દરમ્યાન આફ્રોસ સાથે માગણી કરેલ છે.
મીરઝા હાજીભાઈ કોર્પોરેટર દ્વારા તથા AMC ના વિપક્ષ ના નેતા સજાદ ખાન પઢાણ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી ને તથા સોલીટ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરીવાર તા ૧૭/૧ર /૨૪ પત્ર લખી આ ક્યરાના ડંમીંગ સાઈડ ની કામગીરી વસ્તીથી દૂર લઈ જવા અને અહીં ડમ્પિંગ સાઈટ ન બનાવી તેવી ખાસ રજૂઆત કરવામાં આવેલ છે મિર્ઝા હાજીભાઈ સિમેન્ટ વાળા કોર્પોરેટર મકતમપુર રોડ અને ડેલીગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અહમદાબાદ.
ઉલ્લેખનીય છે કે મકતપુરા વોર્ડના તમામ કોર્પેોરેટરે એકજૂટસાથે આ કચરા ડમ્પિંગ સાઇટનું વિરોધ કર્યો હતો અને આ સાઇટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ કમિશનર સમક્ષ કરી છે.
આ પણ વાંચો – ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્વઘાટન