ગુજરાતમાં આ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે, પ્રક્રિયા પણ સરળ!

ખેડૂતોને 0% વ્યાજે લોન

ખેડૂતોને 0% વ્યાજે લોન- સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે 0% વ્યાજે લોન મળી રહેશે. આ યોજના હેઠળ બેંક 200 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે. ખાસ કરીને એક એકર માટે 10,000 રૂપિયાની લોન અને વધુમાં વધુ 5 એકર માટે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

લોનના મુખ્ય મુદ્દા
કુલ લોન રકમ: 200 કરોડ રૂપિયા
એક એકરે લોન: 10,000 રૂપિયા
પાંચ એકર માટે લોન: 50,000 રૂપિયા
ચુકવણી સમય: 3 વર્ષ
વ્યાજ દર: 0%

બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું કે આ યોજના હેઠળ લગભગ 25,000થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. લોનને 3 હપતામાં ચૂકવવાનો સમય આપવામાં આવશે.

ખેડૂતો માટે રાહતના સમાચાર
આ યોજના ખેડૂતોના હિતમાં છે, ખાસ કરીને આ વર્ષે, જ્યારે તેઓએ કમોસમી માવઠા, વાવાઝોડા અને ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન, તુવેર અને મરચી જેવા પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. રાજકોટ જિલ્લા સહકારી બેંકે પણ એક મહિના પહેલા આ પ્રકારની યોજના રજૂ કરી હતી, અને હવે સુરત જિલ્લા સહકારી બેંક પણ આ રાહતની લાઇનમાં જોડાઈ છે.ખેડૂત આગેવાન જયેશ પટેલે આ નિર્ણયને આવકારીને જણાવ્યું કે આ સહાય ખેડૂતોના જીવનમાં ઘણો ફર્ક લાવશે. સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મહત્વપૂર્ણ રાહત મળશે અને તેઓ તેમના પાક માટેની જરૂરી યોજનાઓ સુમેળમાં રાખી શકશે.

 

આ પણ વાંચો –   ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *