કાંકરિયા કાર્નિવલમાં જાણો આ વખતે શું હશે ખાસ,જાણો A TO Z માહિતી!

અમદાવાદ શહેરમાં છેલ્લા દસકાથી આકર્ષણનો કેન્દ્ર બન્યું છે .કાંકરિયા કાર્નિવલ, જેનું આયોજન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. 2008માં તેમનાં કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ આ મહત્ત્વકાંક્ષી કાર્નિવલની શરૂઆત કરી હતી, અને તે સમયે થી કાંકરિયા તળાવ એ નગરજનો માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

કાંકરિયા કાર્નિવલ 2024: 15મી આવૃત્તિનું ભવ્ય આયોજન
આ વર્ષે કાંકરિયા કાર્નિવલની 15મી આવૃત્તિ તા. 25 થી 31 ડિસેમ્બર, 2024 સુધી Ahmedabadના કાંકરિયા તળાવ વિસ્તારમાં યોજાશે. આ દરમ્યાન નગરજનો માટે વિના મુલ્યે પ્રવેશની સુવિધા ઉપલબ્ધ રહેશે.

વિશિષ્ટ કાર્યક્રમો અને મનોરંજન
આ વર્ષે, કાંકરિયા કાર્નિવલ 2024માં અનેક રસપ્રદ અને મનોરંજક કાર્યક્રમો યોજાવા છે. જેમાં સામેલ છે:

  • વિશ્વ રેકોર્ડની કોશિશ: મ્યુનિસિપલ સ્કુલ અને આંગણવાડીના 1000 વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે કૅન્ડી/ચોકલેટ ખોલીને અને ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ.
  • થીમ આધારિત પરેડ: કાંકરિયા તળાવની પરિસરમાં “વિકસિત ગુજરાત, વિકસિત ભારત” થીમ પર પરેડ અને મનોરંજન કાર્યક્રમ.
  • લાઈટ અને સાઉન્ડ શો, લેસર શો, અને ડ્રોન શો: દર રાત્રે આ આધુનિક ટેક્નોલોજીથી બનેલા શો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટે છે.

વિશિષ્ટ કલાકારો અને પ્રદર્શન
કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન અનેક જાણીતા કલાકારો કાર્યક્રમો રજૂ કરવાના છે, જેમ કે:

  • સાંસ્કૃતિક કાર્યક્રમો: સાંઈરામ દવે, ગીતાબેન રબારી, પ્રિયંકા બાસુ, દેવિકા રબારી જેવા લોકપ્રિય કલાકારો પોતાના ગીત-સંગીત અને લોક ડાયરોના કાર્યક્રમો રજૂ કરશે.
  • સ્ટેન્ડ-અપ કોમેડી અને લાઇવ પર્ફોર્મન્સ: મનન દેસાઈ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી જેવા સ્ટેન્ડ-અપ કોમેડિએન્સ, અને અનેક લોકપ્રિય રોક બેન્ડ્સ – મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ દ્વારા પર્ફોર્મન્સ આપશે.

 કાર્યક્રમો

  • વિશ્વસનીય અને લોકપ્રિય કાર્યક્રમો: લોક ડાયરો, મલખમ શો, પપેટ શો, પેટ ફેશન શો, નૃત્ય નાટીકા, અને સુફી ગઝલ.
  • ખાસ બાળકો માટે: મેજિક શો, અન્ડર વોટર ડાન્સ, સાયકલ સ્ટંટ, અને હ્યુમન પાયરો શો.

મનોરંજન

  • ફૂડ કોર્ટ અને ફ્લી માર્કેટ: શહેરના સ્વાદપ્રિય લોકો માટે વિવિધ ખાવાની વસ્તુઓ અને હેન્ડી ક્રાફ્ટના વેચાણ માટે ફૂડ કોર્ટ અને ફ્લી માર્કેટનું આયોજન.
  • લાઈટ, સાઉન્ડ અને વી.આર. શો: એક્સાઇટિંગ શો માટે લાઈટ એન્ડ સાઉન્ડ, લેસર અને વી.આર. શોનું આયોજન.

 સાહિત્ય કાર્યક્રમો

  • કાંકરિયા પરિસરમાં આરામદાયક મનોરંજન: કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બટરફ્લાય ગાર્ડન, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, અને ફીશ એક્વેરીયમનો અનુભવ લઈ શકાય છે.
  • સ્વચ્છતા માટે સ્કિટ, મનોરંજન માટે વર્કશોપ: યોગા, મેડિટેશન, સેલ્ફ ડિફેન્સ, ડ્રમ સર્કલ, પેઇન્ટિંગ વર્કશોપ, ફિટનેસ ડાન્સ, મ્યુઝિકલ કરાઓકે, અને અન્ય વિવિધ કાર્યક્રમો.

આ વર્ષે 15મી આવૃત્તિ કાંકરિયા કાર્નિવલ 2024 સમગ્ર શહેર માટે એક અવિસ્મરણીય મનોરંજનનો અનુભવ આપી રહી છે, જેમાં નગરજનો અને પ્રવાસીઓ દરરોજ અલગ-અલગ અને નવીનતમ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

આ પણ વાંચો –  ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને નિવૃતિની કરી જાહેરાત,ઇન્ડિયાની ટીમને ફટકો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *