મહેમદાવાદ મુકામે આજરોજ કચેરી દરવાજા બહાર ડૉ. આંબેડકર હોલમાં મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયા હતા તેમનો સન્માન કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. આ એજ્યુકેશનના કાર્યક્રમમમાં ગામના ઓગેવાનો સહિત વડીલો ,યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
આ ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી, આ પ્રસંગમાં હાજર રહેલા તમામ મહાનુભાવોનો હાર્દિક સ્વાગત જૈનુલ કાઝીએ કર્યો હતો અને તેમણે સફળ સંચાલન પણ આ કાર્યક્રમનો કર્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં વારીશ વોરા (સુપરીન્ડન્ટ ઓફ પોસ્ટ વિભાગ) અને સાહિલ ખોખર (સીનીયર મેનેજર, BOB)એ પ્રેરણાદાયક સંબોધન કરીને હાજર રહેલા વિધાર્થીઓનો મનોબળ પણ વધાર્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમમાં 100 વિધાર્થીઓને મેડલ ,પ્રમાણપત્ર, કીટલી સેટ, ડોક્યુમેન્ટ ફાઇલ અને પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રફીક મન્સુરી ,હાજી સાકીર સૈયદ,હુમાયુ મલેક,સાજીદ વોરા,મોઈન વોરા,જાવીદ માસ્ટર,મકદુમ માસ્ટર, ફિરોજ માસ્તર ,સાકીર આમસરણ,હાફિજ આમસરણ,હફીઝુલ્લા,સલીમ સૈયદ,ઈમરાન મદીના,શકીલ પોસ્ટ,યાસીન બિલ્ડર,એજાજ મિથુન,સાજીદ સીટીસર્વે,આશીફ ખોખર ઈમરાન માલવાફલી,સરવર વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.
નોંધનીય છે કે મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન વોટસઅપ ગ્રુપની સ્થાપના મહેમદાવાદ સર્વોદય કો.ઓપરેટીવ સોસાયટીના મેનેજર રફીકભાઇ વોરાએ કરી હતી તેમણે આ ગ્રુપ 2021માં શરૂ કર્યો હતો.તેમણે મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ વધે અને લોકો સુધી તમામ સરકારી યોજના સહિતની શૈક્ષણિક માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી તેમણે વોટસઅપ ગ્રુપ બનાવ્યો હતો,
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં ભાજપે 99 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, દેવેન્દ્ર ફડણવીસને આ બેઠક પર ટિકિટ
આ પણ વાંચો- કેપ્ટન રોહિતે હાર્યા બાદ પણ આ 2 ખેલાડીઓના વખાણ કર્યા