મોંઘવારીનો સામાન્ય માણસને મોટો ઝટકો! એક વર્ષમાં 13 ખાદ્ય ચીજો મોંઘી, ડુંગળીના ભાવ લગભગ બમણા

Food Inflation in India

Food Inflation in India  દેશમાં વધતી મોંઘવારીની અસર હવે સીધી સામાન્ય માણસના રસોડા પર પડી રહી છે. છેલ્લા એક વર્ષમાં 13 જરૂરી ખાદ્ય ચીજોના ભાવમાં વધારો નોંધાયો છે. બીજી તરફ, માત્ર બે ચીજોના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જ્યારે ખાંડ 31 ટકા મોંઘી થઈ છે. આ ઉપરાંત દાળ અને ખાદ્ય તેલના વધતા ભાવે પણ ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે.

Food Inflation in India  ડુંગળીના ભાવમાં 98 ટકાનો વધારો

કેન્દ્ર સરકારના 24 નવેમ્બર 2025 અને 24 નવેમ્બર 2026ના સરેરાશ છૂટક ભાવના આંકડા મુજબ, ડુંગળી સૌથી વધુ મોંઘી થઈ છે. ગયા વર્ષે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹26.95 હતો. હવે તે વધીને ₹53.38 થયો છે. એટલે કે એક વર્ષમાં 98.07 ટકાનો વધારો થયો છે.

ખાંડના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે પ્રતિ કિલો ₹46.60ની ખાંડ હવે ₹61.06 થઈ છે. આમ, ખાંડના ભાવમાં 31.03 ટકાનો વધારો નોંધાયો છે.

Food Inflation in India દાળ અને અનાજના ભાવ પણ વધ્યા

મોંઘવારીની અસર અનાજ અને કઠોળ પર પણ જોવા મળી રહી છે. ચોખાનો ભાવ પ્રતિ કિલો ₹43.34થી વધીને ₹48.25 થયો છે. ચણાની દાળ ₹86.85થી વધીને ₹96.13 થઈ છે.

તુવેર દાળનો ભાવ પણ ₹115થી વધીને ₹136 પ્રતિ કિલો થયો છે. મસૂર દાળના ભાવમાં પણ 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ વધારાથી મધ્યમ વર્ગના પરિવારોના માસિક ખર્ચમાં વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં પણ ભડકો

રસોડામાં દરરોજ વપરાતા ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. સરસવના તેલનો ભાવ ₹186.54થી વધીને ₹215.30 પ્રતિ કિલો થયો છે. સોયા તેલ ₹146.63થી વધીને ₹169.45 થયું છે.

સૂર્યમુખી તેલનો ભાવ ₹165.05થી વધીને ₹190.55 થયો છે. જ્યારે સીંગતેલ ₹187.78થી વધીને ₹210.86 પ્રતિ કિલો પહોંચ્યું છે. પામ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

માત્ર બટાકા અને ટામેટાં સસ્તાં થયાં

ચોતરફી મોંઘવારી વચ્ચે બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બટાકાનો સરેરાશ ભાવ ₹27.07થી ઘટીને ₹23.40 પ્રતિ કિલો થયો છે. એટલે કે 13.56 ટકાનો ઘટાડો થયો છે.

ટામેટાંનો ભાવ ₹51.12થી ઘટીને ₹38.55 થયો છે. તેમાં 24.59 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, અન્ય જરૂરી ચીજોના વધેલા ભાવની સરખામણીએ આ રાહત મર્યાદિત છે.

મોંઘવારી પાછળ કયા કારણો જવાબદાર?

ખાદ્ય ચીજોના ભાવ વધવા પાછળ નબળું ચોમાસું, પાકને નુકસાન અને ખેતી ખર્ચમાં વધારો જેવા પરિબળો જવાબદાર માનવામાં આવે છે. પશુઆહારના ભાવમાં વધારો પણ ખાદ્ય ચીજોના ઉત્પાદન ખર્ચને અસર કરી શકે છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલના ભાવ અને આયાત ખર્ચની અસર પણ ભારતમાં જોવા મળે છે. ભારત પોતાની જરૂરિયાતનું અડધાથી વધુ ખાદ્ય તેલ આયાત કરે છે. તેથી વૈશ્વિક બજારમાં ભાવ વધે ત્યારે સ્થાનિક બજાર પર પણ તેની અસર પડે છે.

એકંદરે, ડુંગળી, ખાંડ, દાળ અને તેલના વધતા ભાવ સામાન્ય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થતાં હવે ઘરનું માસિક બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.

 

Siddhpur Kartiki Purnima Fair: સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છ લાખથી વધુ યાત્રિકો ઉમટ્યા