પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

ચંડોળા રાહત શિબિરની માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે કોઈ હાલ વૈકલ્પિક વ્યવસ્થા નથી.

 રાહત શિબિરની માંગ – આ ચંડોળા વિસ્તારના જે લોકો ભારતીય છે તેમના માટે રાજ્યની સરકાર રાહત શિબિરની વ્યવસ્થા કરે તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે.

નોંઘનીય છે કે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચંડોળા વિસ્તારના ડિમોલેશનના પ્રભાવિત ભારતીયો  માટે રાહત શિબિરની વ્યવ્સથા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.તેમણે x પર લખ્યું..

હું ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ @Bhupendrapbjp ને નમ્ર વિનંતી કરું છું કે તેઓ ચંડોળા વિસ્તારના ભારતીય નાગરિકો માટે રાહત શિબિરની વ્યવસ્થા કરે અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને શિબિરમાં રાખે.

ગઈકાલથી, ચંડોલા વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાનની કાળઝાળ ગરમીમાં ગરીબ, લાચાર અને મજબૂર ભારતીય નાગરિકો તેમના પરિવારો સાથે ખુલ્લા આકાશ નીચે જમીન પર લાચારીથી જીવી રહ્યા છે. મારી તમને નમ્ર અપીલ છે કે તમે માનવતાવાદી અભિગમ અપનાવો અને પીડિતોને મદદ કરવા અને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે તાત્કાલિક કામચલાઉ રાહત શિબિરોની વ્યવસ્થા કરો.

અને ભારતીય નાગરિકોને 2010 પહેલા ચંડોળા સ્થળે સ્થાયી કરવામાં આવ્યા હતા, તેમની સામે સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની માર્ગદર્શિકા મુજબ, જેમ અમે નદી કિનારે વિસ્થાપિત લોકોને ઘરો ફાળવ્યા હતા, તેવી જ રીતે તેમને ઘરો પૂરા પાડવામાં આવે તેવી મારી માંગ છે.

આ પણ વાંચો-  ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *