Fuel Surcharge Reduced : રાજ્યના નાગરિકો માટે ખુશીના સમાચાર, વીજળી થશે સસ્તી

Fuel Surcharge Reduced

Fuel Surcharge Reduced : ગુજરાત સરકારે ‘સુશાસન દિવસ’ના અવસરે ફ્યૂઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ઘટાડો લાગુ રહેશે અને રાજ્યના 1.75 કરોડ વીજ ગ્રાહકોને લાભ આપશે. આ નિર્ણયની ઊર્જામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી છે.

જો 100 યુનિટ વીજળીનો ઉપયોગ થાય છે, તો હાલના દરે ફ્યૂઅલ સરચાર્જ ₹2.85 પ્રતિ યુનિટ છે, જે ₹285 થાય છે. નવા ઘટાડા સાથે ફ્યૂઅલ સરચાર્જ ₹2.45 પ્રતિ યુનિટ રહેશે, નવા ₹245 ચાર્જ થશે અને 100 યુનિટ પર ₹40ની બચત થશે.

માર્ચ 2024માં પણ ફ્યૂઅલ સરચાર્જ ₹0.50 ઘટાડાયો હતો, જે 9 મહિનામાં ₹0.90 સુધીનો કુલ ઘટાડો છે. આ પગલાંથી રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન ₹1120 કરોડનો લાભ થશે.

ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યૂઅલ સરચાર્જની ગણતરીના ફોર્મ્યુલા અનુસાર, એપ્રિલ 2024 થી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક સમયગાળામાં વીજ બળતણના વધારાના ખર્ચના આધારે રાજ્યના વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ રૂ. 2.85ના દરે ફ્યૂઅલ સરચાર્જ (FPPPA) વસૂલતા હતાં. એ જ દરે ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024ના ત્રિમાસિક સમયગાળામાં પણ સરચાર્જ વસૂલી રહ્યાં છે.

40 પૈસાનો પ્રતિ યુનિટ લાભ
વીજ વિતરણ કંપનીઓએ આ વર્ષે ફ્યૂઅલ સરચાર્જનો દર સ્થિર રાખવા માટે પ્રભાવશાળી પ્રયત્નો કર્યા છે. હવે, રાજ્ય સરકાર દ્વારા 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન કાર્યક્ષમ વીજ ખરીદી અને સ્થિર દરો જાળવી ગ્રાહકોના હિતમાં ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2024થી લાગુ થયેલા આ ઘટાડા સાથે, ગ્રાહકોને દરેક યુનિટ પર બચત મળી રહેશે.

100 યુનિટના વપરાશ પર રૂ. 50-60ની બચત
ઉર્જામંત્રીના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ રૂ. 2.85 થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવશે. આ ઘટાડાથી રાજ્યના 1.75 કરોડથી વધુ ગ્રાહકોને કુલ રૂ. 1120 કરોડનો લાભ થશે. ખાસ કરીને, જે રહેણાક ગ્રાહકો માસિક 100 યુનિટ વીજળીનો વપરાશ કરે છે, તેઓ માટે દર મહિને અંદાજે રૂ. 50થી 60ની બચત શક્ય બનશે.

ખેડૂતો માટે દિવસ દરમિયાન વીજળી
ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કુલ 18,225 ગામોમાંથી 17,193 ગામોમાં 20,51,145 ખેતીવાડી વીજ જોડાણો કાર્યક્ષમ બનાવવામાં આવ્યા છે. આમાંથી, 16,561 ગામના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે, જે રાજ્યના ખેડૂત લાભકારી યોજનાઓ માટે મહત્વનું પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *