ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની.

રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું. 100થી વધુ સુરક્ષા ગંભીરા બ્રિજ દુર્ઘટના: કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે મૃતકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે 20થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. નજીકના મુજપુર ગામના સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા છે.

ગંભીર હાલતમાં 4 લોકો: બચાવાયેલા લોકોમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ટ્રાફિક અને પરિવહન પર અસર: ગંભીરા બ્રિજના તૂટી જવાથી આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા પર મોટી અસર પડી છે. આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે પણ કુખ્યાત છે, અને આ ઘટનાએ તેની નબળી સ્થિતિને ફરી એકવાર ઉજાગર કરી છે.

સરકારનું નિવેદન: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ બ્રિજ 1985માં બન્યો હતો અને જરૂર પડ્યે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આવી દુર્ઘટના બનવી દુઃખદ છે. મુખ્ય પ્રધાને 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો-  બોમ્બે ટૂર્સનો ખાસ મોનસૂન પેકેજ:મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈ સુધીની સફર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *