ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે. આ નિર્ણય અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે લેવાયો છે.

વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝન: તારાપુરથી વડોદરા: ભારે વાહનો વાસદ થઈને વડોદરા તરફ ડાયવર્ટ કરાયા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના: બોરસદ તાલુકાના ગામડાઓથી વડોદરા: નાના વાહનો ઉમેટા બ્રિજ થઈને જશે, જ્યારે ભારે વાહનો વાસદ રૂટનો ઉપયોગ કરશે.
પાદરાથી આણંદ/તારાપુર: નાના વાહનો ઉમેટા થઈને અને ભારે વાહનો વાસદ થઈને નીકળશે.
ઉમેટા બ્રિજ: ભારે વાહનો માટે પ્રતિબંધિત, માત્ર નાના વાહનો માટે ખુલ્લો.

કાનૂની ચેતવણી: આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ ગુનો નોંધાશે અને કાર્યવાહી કરવામાં આવશે.ગંભીરા બ્રિજની પૃષ્ઠભૂમિ: આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારી ઉજાગર કરી છે, કારણ કે ગુજરાતમાં ઘણીવાર દુર્ઘટના બાદ જ તંત્ર સજાગ થાય છે. આ બ્રિજના તૂટવાથી આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે, જેની મોટી અસર પરિવહન વ્યવસ્થા પર પડી છે.

 

આ પણ વાંચો-  ટ્રમ્પે આપી ફરી ધમકી, Brics દેશો પર 10% વધારાના ટેરિફ લગવાશે! ભારતને પણ આપવું પડશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *