બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 લોકોના મોત

accident between bus and truck in Brazil

accident between bus and truck in Brazil – બ્રાઝિલમાં એક અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં હાઈવે પર આ અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મિનાસ ગેરાઈસ રાજ્ય બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલું છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર 13 લોકો ઘાયલ થયા છે. જેમને ટીઓફિલો ઓટોની શહેર નજીક આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બસ સાઓ પાઉલોથી નીકળી હતી.

accident between bus and truck in Brazil -બસમાં કુલ 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ તેની પાછળ દોડતી કાર પણ અકસ્માતનો શિકાર બની હતી. આ કારમાં ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. જેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો. ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. 22 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો હતો.

બચાવ કામગીરી ચાલુ છે
અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. વિભાગના જણાવ્યા અનુસાર બચાવ કાર્ય હજુ ચાલુ છે. કેટલાક મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મિનાસ ગેરાઈસ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. વિભાગના લેફ્ટનન્ટ એલોન્સોએ કહ્યું કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો-  મંદિરની દાન પેટીમાં શ્રદ્વાળુનો IPHONE ભૂલથી પડી ગયો, પરત માંગતા ટ્રસ્ટે આપવાનો કર્યો ઇનકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *