Gautam Adani Net Worth 2026: અદાણી ગ્રુપના [Adani Group] ચેરમેન ગૌતમ અદાણીએ [Gautam Adani] ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ [Richest Person in Asia] બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ [Bloomberg Billionaires Index] અનુસાર, ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના [Reliance Industries] ચેરમેન મુકેશ અંબાણીને [Mukesh Ambani] પાછળ છોડી દીધા છે. અદાણીની કુલ સંપત્તિ [Net Worth] હવે 92.6 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ 90.8 અબજ ડોલર નોંધાઈ છે.
નેટવર્થમાં મોટો ઉછાળો અને વૈશ્વિક રેન્કિંગ (Gautam Adani Net Worth 2026)
ચાલુ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 8.10 અબજ ડોલરનો જંગી વધારો થયો છે, જેના કારણે તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 19મા ક્રમે પહોંચી ગયા છે. બીજી તરફ, મુકેશ અંબાણી માટે આ વર્ષ પડકારજનક રહ્યું છે, કારણ કે તેમની નેટવર્થમાં 16.9 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં અંબાણી એશિયામાં બીજા અને વિશ્વમાં 20મા ક્રમે છે. શેરબજારમાં [Stock Market] અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીએ તેમને આ મુકામ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
દુનિયાના ધનકુબેર જેમણે સંપત્તિ ગુમાવી (Top Billionaires Net Worth Loss)
વર્ષ 2026ના અહેવાલ મુજબ, વિશ્વના ટોચના 20 અમીરોમાંથી 7 લોકોએ પોતાની નેટવર્થ ગુમાવી છે. જેમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટે [Bernard Arnault] સૌથી વધુ 44 અબજ ડોલર ગુમાવ્યા છે. આ યાદીમાં માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ [Bill Gates], ઓરેકલના લેરી એલિસન [Larry Ellison] અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ [Warren Buffett] જેવા નામ પણ સામેલ છે જેમના ખાતામાં ઘટાડો નોંધાયો છે.
વિશ્વના ટોપ 10 અમીરોની યાદી (World’s Top 10 Richest People List)
ટેસ્લાના માલિક એલોન મસ્ક [Elon Musk] 656 અબજ ડોલરની સંપત્તિ સાથે હજુ પણ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ગૂગલના લેરી પેજ [Larry Page] 286 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં એમેઝોનના જેફ બેઝોસ [Jeff Bezos], મેટાના માર્ક ઝુકરબર્ગ [Mark Zuckerberg] અને જેન્સેન હુઆંગ [Jensen Huang] પણ ટોચના દસ સ્થાનોમાં બિરાજમાન છે.
આ પણ વાંચો: આમિર હમઝા પર લાહોરમાં હુમલો; લશ્કરના આકાઓમાં ફફડાટ

