સુરત મહાનગરપાલિકામાં નોકરી –સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નવી તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ વિભાગો માટે ઑનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતીની જાહેરાત 25-2-2025 થી 3-3-2025 દરમિયાન ઓનલાઈન અરજી માટે ખુલ્લી રહેશે.
સુરત મહાનગરપાલિકામાં નોકરી
સુરત મહાનગરપાલિકામાં નોકરી માટેની વિગતો
- સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
- પોસ્ટ: વિવિધ ટ્રેડ
- જગ્યા: 1000
- વય મર્યાદા: 18 થી 24 વર્ષ
- એપ્લિકેશન મોડ: ઑનલાઈન
- અરજી કરવાની શરુઆત: 25-2-2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 3-3-2025
- અરજી કરવા માટેની વેબસાઇટ- સુરત મહાનગરપાલિકા ભરતી પેજ
પોસ્ટની વિગતો:
- ઈલેક્ટ્રીશન-વાયરમેન: 80 જગ્યા
- ફીટર: 20 જગ્યા
- ડ્રાફ્ટ્સમેન (સિવિલ): 20 જગ્યા
- સર્વેયર: 20 જગ્યા
- મિકેનિક (મોટર વ્હીકલ): 5 જગ્યા
- મિકેનિક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ: 5 જગ્યા
- મિકેનિક ડીઝલ: 10 જગ્યા
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર: 150 જગ્યા
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ: 180 જગ્યા
- મેડિકલ લેબ. ટેક. (પેથોલોજી): 40 જગ્યા
- એકાઉન્ટ આસિસ્ટન્ટ: 160 જગ્યા
- ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટ V2.0: 180 જગ્યા
- માઇક્રો ફાઈનાન્સ એક્ઝીક્યુટીવ: 120 જગ્યા
શૈક્ષણિક લાયકાત:
અરજી કરનાર ઉમેદવારોને પસંદ કરાયેલા ટ્રેડમાં આઈટીઆઈ પાસ હોવું જોઈએ.
સ્ટાઈપેન્ડ:પસંદ પામેલા ઉમેદવારોને ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ સ્ટાઈપેન્ડ ₹7,700 થી ₹9,000 પ્રતિ મહિના આપવામાં આવશે.
આ પણ વાંચો – Short term medical course: 12મા પછી કરો આ શોર્ટ ટર્મ મેડિકલ કોર્સ, નોકરીનું ટેન્શન ખતમ!