વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 8 પાસ માટે નોકરીની સુવર્ણ તક,આજે જ કરો અરજી

Job opportunity in Vadodara Municipal Corporation

Job opportunity in Vadodara Municipal Corporation –  વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધી વિવિધ પદો માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

પદોની વિગતો: Job opportunity in Vadodara Municipal Corporation

  • સિક્યુરિટી ગાર્ડ: 10 જગ્યાઓ
  • પટાવાળા (અર્બન સીએચસી): 2 જગ્યાઓ
  • વોર્ડ બોય (અર્બન સીએચસી): 7 જગ્યાઓ
  • આયા (અર્બન સીએચસી): 2 જગ્યાઓ
  • વોચમેન (અર્બન સીએચસી): 9 જગ્યાઓ
  • સફાઈ સેવક (અર્બન સીએચસી): 1 જગ્યા

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

  • સિક્યોરિટી ગાર્ડ: ધોરણ 8 પાસ અને ગુજરાતી ભાષાનું સચોટ જ્ઞાન. આર્મી એક્સ-સર્વિસમેનને પ્રાધાન્ય.
  • પટાવાળા (અર્બન સીએચસી): ધોરણ 8 પાસ. અંગ્રેજી ભાષાના જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વોર્ડ બોય (અર્બન સીએચસી): ધોરણ 7 પાસ, ગુજરાતી ભાષા જ્ઞાન. કામનો અનુભવ જરૂરી.
  • આયા (અર્બન સીએચસી): ધોરણ 8 પાસ, 3 વર્ષનો અનુભવ.
  • વોચમેન (અર્બન સીએચસી): ધોરણ 8 પાસ, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન. આર્મી એક્સ-સર્વિસમેનને પ્રાધાન્ય.
  • સફાઈ સેવક (અર્બન સીએચસી): ધોરણ 4 પાસ, સફાઈની કામગીરી કરી શકે તેવા.

વય મર્યાદા અને પગાર: ઉમેદવારની વય 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પગાર ધોરણ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ: 2 જાન્યુઆરી, 2025
અરજી માટે વેબસાઈટ: VMC Recruitment

આ નોકરી માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારોને આગ્રહ છે કે તેઓ આ તકનો લાભ ઉઠાવે અને અરજીઓ સમયસર સબમિટ કરે.

આ પણ વાંચો  – અમૂલ ડેરીમાં ITI પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સોનેરી તક, આજે જ કરો અરજી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *