ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાતની તમામ માહિતી જાણો
ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી:
- સંસ્થા: ગુજરાત વિદ્યાપીઠ
- પોસ્ટ: કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર
- કુલ જગ્યા: 2
- વય મર્યાદા: 57 વર્ષથી વધારે ન હોય
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 ડિસેમ્બર 2024
- અરજી માટે વેબસાઈટ: ગુજરાત વિદ્યાપીઠ રિક્રૂટમેન્ટ પેજ
પોસ્ટની વિગતો:
પોસ્ટ જગ્યા
કુલસચિવ 1
ફાઈનાન્સ ઓફિસર 1
કુલ 2
પદ માટે લાયકાત:
કુલસચિવ:
- શૈક્ષણિક લાયકાત: કોઈપણ વિષયમાં માસ્ટર ડિગ્રી, ઓછામાં ઓછા 55% અંક સાથે.
- અનુભવ: આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 15 વર્ષનો અનુભવ.
- વય મર્યાદા: 57 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ફાઈનાન્સ ઓફિસર:
- શૈક્ષણિક લાયકાત: માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% અંક.
- અનુભવ: આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 15 વર્ષનો અનુભવ.
- વય મર્યાદા: 57 વર્ષથી ઓછી.
પગાર ધોરણ:
પોસ્ટ પગાર (રૂ.)
કુલસચિવ ₹1,44,200 – ₹2,18,200
ફાઈનાન્સ ઓફિસર ₹1,44,200 – ₹2,18,200
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
1: ગુજરાત વિદ્યાપીઠની વેબસાઈટ ઓપન કરો.
2: “Recruitments” વિભાગ પર ક્લિક કરો અને ત્યાં ઉપલબ્ધ ભરતીની માહિતી વાંચો.
3: Apply Online” બટન પર ક્લિક કરો.
4: જી-મેઈલ સાથે રજીસ્ટ્રેશન કરો.
5: ફોર્મમાં જરૂરી માહિતી ભરીને, ફાઈનલ સબમિટ કરો.
6: પ્રિન્ટ આઉટ લો.
તેમજ, આપેલી માહિતી પ્રમાણે Gujarat Vidyapith માં અરજી કરવા માટે 20-12-2024 સુધીનો સમય છે. આ સોનેરી તકનો લાભ લો અને તમારી કારકિર્દી માટે આ ઉત્કૃષ્ટ અવસરને ચૂકી ન જાઓ.
આ પણ વાંચો – ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની સુવર્ણ તક, આ પોસ્ટ માટે મંગાવાઇ અરજી