ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીમાં ધો.10 અને 12 પાસ યુવાનો માટે ભરતીની સુવર્ણ તક

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં કૂલ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી – આ ભરતી માટેની મુખ્ય વિગતોમાં 300 જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અને અરજીની અંતિમ તારીખ છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી માટેની અગત્યની માહિતી

  • સંસ્થા: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)
  • પોસ્ટ: નાવિક
  • કુલ જગ્યા: 300
  • એપ્લિકેશન મોડ: ઓનલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 3 માર્ચ 2025

અરજી કરવાની વેબસાઇટ માટેની લિંક નીચે આપેલ છે:

joinindiancoastguard.gov.in

પોસ્ટની વિગતો

  • નાવિક જનરલ ડ્યૂટી: 260
  • નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ: 40
  • કુલ જગ્યા: 300

શૈક્ષણિક લાયકા

  • નાવિક જનરલ ડ્યૂટી માટે ઉમેદવારોએ 12મા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર/ગણિત સાથે પાસ કરેલું હોવું જોઈએ.
  • નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટે 10મા ધોરણ પાસ કરેલ ઉમેદવારોએ અરજી કરી શકે છે.

વય મર્યાદા

  • 18 થી 22 વર્ષની વય મર્યાદા.

પગાર ધોરણ

  • પે મેટ્રીક્સ લેવલ-3 અનુસાર દર મહિને 21,700 રૂપિયાનો પગાર મળશે.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, દસ્તાવેજ ચકાસણી, મેડિકલ ટેસ્ટ વગેરેના તબક્કાઓથી પસંદગી કરવામાં આવશે.

અરજી ફી

  • અસુરક્ષિત/OBC/EWS ઉમેદવારો માટે 300 રૂપિયાની અરજી ફી છે.
  • SC/ST ઉમેદવારો માટે ફી મફત છે.

શારીરિક લાયકાત

  • લઘુત્તમ ઊંચાઈ: 157 સેમી
  • છાતી વિસ્તરણ: 5 સેમી
  • 7 મિનિટમાં 1.6 કિમી દોડવું
  • 20 સિટ-અપ અને 10 પુશઅપ્સ

આ ભરતી માટે માત્ર પુરૂષ નાગરિકો જ અરજી કરવા પાત્ર છે. ઉમેદવારોએ આ લાયકાતોને ધ્યાનમાં રાખીને અરજી કરવાની છે.

આ પણ વાંચો –  વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *