શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ થશે.   શ્રદ્વાળુઓને  રણછોડજી મંદિર, રામપુરા (નર્મદા પરિક્રમા સ્ટાર્ટીગ પોઈન્ટ) પર દર્શનાર્થે લઇ જવાશે.

આ પરિક્રમામાં 18 કિલોમીટરની  રહેશે, અને યાત્રાનો અંદાજિત સમય 6 કલાકનો રહેશે. યાત્રા માટેની વય મર્યાદા 18 થી 60 વર્ષ સુધી રાખવામાં આવી છે. આ પવિત્ર યાત્રાના સંપૂર્ણ ખર્ચમાં 800 રૂપિયાનો દર રહેશે, જેમાં સવારના ચા-નાસ્તાનો આપવામાં આવશે. વિગતવાર માહિતી અને રજીસ્ટ્રેશન માટે, શ્રદ્વાળુઓને નીચેના સંપર્કના માધ્યમથી નોંધણી કરાવી શકાશે

વધુ વિગતો/રજીસ્ટ્રેશન માટે સંપર્ક :: પાર્થ શર્મા – +91-8905184172 રજીસ્ટ્રેશન લિંક  https://forms.gle/3wB7AQM5nXzyLgRz6

નિયમો અને શરતો :
1.) યાત્રા દરમિયાન જરૂરી દવાઓ, એક ડીશ- વાટકી અને ચમચી અને ટોર્ચ સાથે લાવવી.
2.) યાત્રા દરમિયાન જરૂરી કપડા (સ્નાન કરવા માટે) સાથે લાવવા.
3.) યાત્રા દરમિયાન બોટનું ભાડું-સ્વખર્ચે ચૂકવવાનું રહેશે.
4.) યાત્રા દરમિયાન સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે
5.) યાત્રા માટે 100% એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે, કેન્સલ કરાવશો તો 50 % રૂપિયા પરત મળશે.
6.) રજીસ્ટ્રેશન માટે ગૂગલ ફોર્મ ભરવું આવશ્યક રહેશે અને પેમેન્ટ QR કોડ પર કરવું.
7.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *