સહારાના રોકાણકારો માટે સારા સમાચાર, SCએ પૈસા પરત માટે આપ્યા આ નિર્દેશ

સહારા રિફંડ

સહારાના લાખો નાના રોકાણકારો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમના પૈસા મળવાની આશા વધી છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આશરે રૂ. 10,000 કરોડ જમા કરાવવા સહારા જૂથને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. સર્વોચ્ચ અદાલતે 1 ઓગસ્ટ, 2012ના રોજ નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથની કંપનીઓ – SIRECL અને SHICL રોકાણકારો પાસેથી જમા કરાયેલી રકમ SEBIને 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે. આ વ્યાજ થાપણની તારીખથી ચુકવણીની તારીખ સુધી ચૂકવવાપાત્ર રહેશે.

મિલકતો વેચવા માટે કોઈ પ્રતિબંધ નથી
જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે સહારા ગ્રુપ દ્વારા કોર્ટના નિર્દેશ મુજબ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સહારા ગ્રૂપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કંપનીને તેની સંપત્તિ વેચવાની તક આપવામાં આવી નથી. તેના પર બેન્ચે કહ્યું કે, કોર્ટના આદેશ અનુસાર 25,000 કરોડ રૂપિયામાંથી બાકીના 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે સહારા ગ્રુપ પર તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે સર્કલ રેટ કરતાં ઓછી કિંમતે મિલકતો વેચવી જોઈએ નહીં. સર્કલ રેટ કરતા ઓછા ભાવે તેને વેચવાના કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી લેવાની રહેશે.

રોકાણકારોને પૈસા મળવા લાગ્યા
સહારામાં રોકાણ કરનારા રોકાણકારોને પૈસા મળવા લાગ્યા છે. સહારા ગ્રૂપની કંપનીઓ સાથે જોડાયેલી ચાર સહકારી મંડળીઓમાં રોકાણ કરનારા રોકાણકારો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે માર્ચમાં સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને રૂ. 5,000 કરોડ ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સહકારી મંત્રાલયે જુલાઈમાં સહારા જૂથની ચાર સહકારી મંડળીઓ – સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો પાસેથી માન્ય દાવાઓ લેવા માટે એક પોર્ટલ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો –અમદાવાદમાં ગોગ્લસની લારી કરનારનાર વ્યક્તિના સહારામાં એક લાખ ફસાયા! પોર્ટલ પર અરજી કરી પણ નિરાકણ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *