સહારા રિફંડ ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રુપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત મળતી નથી.સહારા પોર્ટલ પર જાણકારી પ્રમાણે, જમાકર્તા 19,999 રૂપિયા સુધીના રિફંડ માટે અરજી કરી શકે છે. આ પાર્ટલ પર અરજી કરી હોવા છંતા પણ પૈસા નથી આવી રહ્યા.ગરીબ અને મધ્યમવર્ગના લોકોની મહામહેનતના રુપિયા ડૂબી ગયા છે.ગરીબ અને મધ્યમવર્ગના લોકો કે જે નાનો ધંધો કરીને ગુજરાન કરતા હતા તેવા લોકોના પૈસા ડૂબી ગયા છે. સામાન્ય લોકોને હજીપણ પોર્ટલ પર અરજી કેવી રીતે ખબર નથી. હજારો લોકોના લાખોથી વધુ રુપિયા ફસાયા છે.
સાજીદ મેમણ ( સહારામાં પ્રતિદિન પૈસા ભરનાર)
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા અને અંબર ટાવર સામે ચશ્માની લારીનો ધંધો કરનાર સાજીદ મેમણે સહારામાં બે એકાઉન્ટ ખોલાવ્યા હતા. પોતાના દિકરાને ઉચ્ચ શિક્ષણ માટે બે એકાઉન્ટ પ્રતિદિવસની બચત પેટે શરૂ કરાવ્યા હતા.પ્રત્યેક એકાઉન્ટમાં 48 હજાર ભેગા થયા હતા. બે એકાઉન્ટમાં થઇને કુલ 96 હજાર ભેગા થયા હતા,પાક્તી તારીખે એજન્ટે હાથ અધ્ધર કરી દીધા છે. સાજીદ મેમણે ભાવુક થઇને ગુજરાત સમયને જણાવ્યું હતું કે મારી મહેનતના પૈસા ફસાયા છે, સરકારે સહારા પોર્ટલ લોન્ચ કરી તો આશાની કિરણ જોવાઇ પણ આ પોર્ટલમાં પહેલીવાર અરજી સાયબર કાફે માં જઇને કરાવી હતી પણ તે રીજેક્ટ થઇ છે. આ પોર્ટલ હોવા છંતા છેલ્લા ઘણા સમયથી મનેપૈસા મળ્યા નથી. પોર્ટલમાં ખબર પડતી નથી અને મારી મહેનતના પૈસા માટે મારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મને મોદી સરકાર પર ભરોસો છે કે વહેલી તકે પોર્ટલમાં અરજદારોની અરજીનો ફટાફટ નિરાકરણ થાય તે માટે કામ કરશે. મને મારા પૈસા અપાવે તેવી સરકારને મારી વિનંતી છે.
સહારા રિફંડ માટે અહીં કરવી પડશે અરજી
ડિપોઝિટર્સે http://mocrefund.crcs.gov.in/ પર જવું પડશે. અહીં તમારો 12 ડિજિટનો મેમ્બરશીપ નંબર, આધારના અંતના 4 આંકડા, આધાર નંબરથી લિંક મોબાઈલ નંબર આપવો પડશે, જેના પર ઓટીપી આવી શકે. ક્લેમ્સ વિગતો પણ ભરવી પડશે. હવે તમારું ફોર્મ તૈયાર છે અને આમાં બધી જાણકારી ભરી દો. તમારો ફોટો લગાવો અને ક્લેમ ફોર્મ પર સાઈન કરી દો. ક્લેમ ફોર્મને અપલોડ કરી દો. તેની સાથે તમારા પાન કાર્ડના ફોટોને ડોક્યૂમેન્ટની સાથે અપલોડ કરીને સબમિટ કરી દો. 50,000 રૂપિયાથી ઉપર ક્લેમ મેળવવા માટે પાન કાર્ડ અનિવાર્ય છે. રિફંડ ડિપોઝિટર્સના એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે.
સહારા રિફંડ પોર્ટલ પર રોકાણકારો લોગ ઈન કરીને તેમનું નામ રજિસ્ટર કરી શકે છે. અને વેરિફિકેશન બાદ રિફંડ પ્રક્રિયા શરૂ થઈ જશે. રૂપિયા પરત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 45 દિવસની અંદર પૂરી થઈ જશે. સહારા સમિતિઓમાં પહેલા 30 દિવસોમાં રિફંડ માટે અરજી કરનારા રોકાણકારોને દસ્તાવેજોનું વેરિફિકેશન કરશે. ત્યારબાદ 15 દિવસોની અંદર તમારા રૂપિયા મળી જશે. આ જાણકારી SMS દ્વારા મળી જશે.
જો તમારી પાસે આ દસ્તાવેજ નથી તો તમારા પૈસા પરત કરવામાં આવશે નહીં. તેમજ અરજી રદ કરી શકાય છે. સહારા રિફંડ પોર્ટલ પર અરજી માત્ર ચાર સહકારી મંડળીઓ વતી કરી શકાય છે. આ મંડળીઓ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે.
નોંધણી માટે કયા દસ્તાવેજોની જરૂર?
સહારા સભ્યપદ નંબર
ખાતા નંબર
સક્રિય મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલ છે
ડિપોઝિટ સર્ટિફિકેટ/પાસબુક વિગતોની નકલ
પાન કાર્ડ (જો રકમ રૂ. 50,000 અને તેથી વધુ હોય તો)
કેવી રીતે દાવો કરી શકે
જો તમારા પૈસા પણ સહારાની આ ચાર સમિતિઓમાં ફસાયેલા છે, તો mocrefund.crcs.gov.in પોર્ટલ પર જઈને નોંધણી કરો. નોંધણી દરમિયાન તમારે વ્યક્તિગતથી લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે. નોંધણી પૂર્ણ થયા બાદ તમે આધાર વેરિફિકેશન કરો, આધાર વેરિફિકેશન ઓટીપીના આધારે કરવામાં આવશે. હવે અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના રહેશે. બધી માહિતી અપડેટ થયા બાદ તમે ફોટો અને સહી અપલોડ કરો અને રિફંડ માટે દાવો કરો.
તમને કેટલા દિવસમાં પૈસા મળશે
તમે રિફંડ માટે દાવો કરો તે દિવસથી 45 દિવસની અંદર રિફંડ નાણા એકાઉન્ટમાં મોકલવામાં આવશે. પ્રથમ કિસ્સામાં રોકાણકારોને માત્ર 10,000 રૂપિયા જ ટ્રાન્સફર કરવામાં આવશે. જે રોકાણકારોનો દાવો સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે તેઓને પોર્ટલ પર એક સ્વીકૃતિ નંબર દેખાશે અને
આ પણ વાંચો- RBIએ ‘ULI’ લોન્ચ કરવાની કરી જાહેરાત, આ સિસ્ટમથી લોન સત્વરે મળી જશે,જાણો તેના વિશે