સરકારે જાહેર કરી સહાય: મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં.
સરકારે જાહેર કરી સહાય: રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. 100થી વધુ સુરક્ષા કર્મચારીઓ અને 20થી વધુ એમ્બ્યુલન્સ સાથે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. નજીકના મુજપુર ગામના સ્થાનિક લોકો પણ રેસ્ક્યુમાં જોડાયા છે.
સરકારી સહાયની જાહેરાત: સરકારે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઘટનાની ગંભીરતાને જોતાં તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે અને વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.
પરિવહન પર અસર: ગંભીરા બ્રિજના તૂથી જવાથી આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા પર મોટી અસર પડી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ જાહેરનામું બહાર પાડીને વાહનોને ઉમેટા અને વાસદ રૂટ દ્વારા ડાયવર્ટ કરવાની સૂચના આપી છે.
મૃતકોની યાદી
વૈદિકા રમેશભાઈ પઢીયાર (ગામ-દરિયાપુરા )
નૈતિક રમેશભાઈ પઢીયાર (ગામ-દરિયાપુરા)
હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (ગામ-મજાતણ)
રમેશભાઈ દલપતભાઈ પઢીયાર (ઉં.વ. 32, ગામ-દરિયાપુરા)
વખતસિંહ મનુસિંહ જાદવ (ગામ-કાન્હવા)
પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ (ઉં.વ. 26, ગામ-ઉંડેલ)
અજાણ્યા ઇસમ
અજાણ્યા ઇસમ
અજાણ્યા ઇસમ
આ પણ વાંચો- પટનામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર!