કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર ગુજરાતી પ્રવાસીઓની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ, ગુજરાત સરકાર જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે, જેથી પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરી શકે..યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે

 

આ માટે રાજ્ય સરકારે બે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે, જે પ્રવાસીઓ અને તેમના પરિવારોને મદદ પૂરી પાડશે.
મુખ્ય પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પૂર્ણ પ્રયાસો કરી રહી છે. સરકારની આ પહેલથી પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને રાહત મળે તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *