ગુજરાતમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોની થશે ભરતી, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

Gujarat Teacher Recruitment:

Gujarat Teacher Recruitment રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય માધ્યમની (હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે) સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે માટે શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેટ-1/2 (TET 1-2) પાસ ઉમેદવારોની અછત અને જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) હેઠળ પણ પૂરતી સંખ્યામાં શિક્ષકો ન મળતા, હવે સ્થાનિક કક્ષાએથી ૧૧ માસના કરાર આધારિત શિક્ષકો (Teacher Recruitment) ની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Gujarat Teacher Recruitment: શિક્ષક ભરતી માટે લાયકાત

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી (Directorate of Primary Education) ના પરિપત્ર મુજબ, આ નિમણૂકો માટે ચોક્કસ લાયકાત નક્કી કરવામાં આવી છે. ધોરણ ૧ થી ૫ માટે ઉમેદવાર H.Sc. અને P.T.C. પાસ હોવો જોઈએ, જ્યારે ધોરણ ૬ થી ૮ માટે સ્નાતક (Graduate) સાથે B.Ed. ની લાયકાત હોવી અનિવાર્ય છે. આ ભરતી પ્રક્રિયામાં જે તે માધ્યમમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા સ્થાનિક ઉમેદવારો (Local Candidates) ને પ્રથમ પસંદગી આપી અગ્રતા આપવામાં આવશે.

 

મેરીટ આધારે પસંદગી અને આકર્ષક વેતન

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે મેરીટના આધારે કરવામાં આવશે. ધોરણ ૧ થી ૫ માટે પીટીસીના ગુણ અને ધોરણ ૬ થી ૮ માટે બી.એડના ગુણને આધારે યાદી તૈયાર થશે. પસંદગી પામેલા શિક્ષકોને જ્ઞાન સહાયક યોજનાના ધોરણો મુજબ માસિક રૂ. ૨૧,૦૦૦/- નું ઉચ્ચક માનદ વેતન (Monthly Salary) ચૂકવવામાં આવશે. આ નિમણૂક ૧૧ માસના કરાર (11 Months Contract) પર રહેશે, જોકે કાયમી શિક્ષકની નિમણૂક થતા આ કરાર વહેલા પણ સમાપ્ત થઈ શકે છે.

અમલીકરણની જવાબદારી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને શાસનાધિકારીઓને સૂચના અપાઈ છે કે તેઓ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે તાત્કાલિક અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરે. આ નિર્ણયથી રાજ્યની અન્ય માધ્યમની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે.

 

આ પણ વાંચો: વડોદરા આચાર્ય સંઘની ચૂંટણી: ભરત પરમાર બન્યા નવા પ્રમુખ, ઉપપ્રમુખ પદે શકીલ પટેલ અને હેમંત સોલંકીની જીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *