ગુજરાત સરકારે 149 નગરપાલિકાઓને રોડ રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

ગુજરાત સરકાર

ગુજરાત સરકાર-   ગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છેગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી આ ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પગલું ચોમાસા દરમિયાન ભારે વરસાદથી રસ્તાઓને થતા નુકસાનને રોકવા અને શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી તથા સુગમ વાહનવ્યવહારની સુવિધા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

નગરપાલિકાઓની માંગણી મુજબ નાણાં ફાળવણી
ગુજરાત સરકાર-   રાજ્યના શહેરી વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ ગટર, પીવાના પાણીની પાઈપલાઈન જેવા ખોદકામના કામોને કારણે બગડે છે. આવા રસ્તાઓના રિપેરિંગ માટે નગરપાલિકાઓની માંગણી અનુસાર નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણીને મંજૂરી આપી છે, જેનો હેતુ ચોમાસા પૂર્વે રસ્તાઓની સ્થિતિ સુધારવાનો છે.

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન હેઠળ ગ્રાન્ટનું વિતરણ
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા નીચે મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે:
‘અ’ વર્ગની 37 નગરપાલિકાઓ: દરેકને 1 કરોડ, કુલ 37 કરોડ રૂપિયા
‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓ: દરેકને 80 લાખ, કુલ 27 કરોડ રૂપિયા
‘ક’ વર્ગની 61 નગરપાલિકાઓ: દરેકને 60 લાખ, કુલ 36 કરોડ રૂપિયા
‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓ: દરેકને 40 લાખ, કુલ 6.80 કરોડ રૂપિયા
આ રીતે કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ફાળવવામાં આવશે.

ચોમાસા દરમિયાન વધુ નુકસાનની સ્થિતિમાં નાણાં
જો ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓને વધુ નુકસાન થાય, તો નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે વધારાના નાણાં ફાળવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના શહેરી વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ સુધારીને નાગરિકોને સલામત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો – શિક્ષણ સહાયક ભરતી અંગે મોટી જાહેરાત, હવે 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *