ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV) પર લાગતો ટેક્સ 5% ઘટાડી દીધો છે. હવે EV પરનો ટેક્સ દર માત્ર 1% રહેશે. આ રાહત આગામી 31મી માર્ચ 2026 સુધી લાગુ રહેશે.
રાજ્ય સરકારે આ નક્કી જાહેરાત 2025ના બજેટમાં કરી હતી, જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે.વિશેષ માહિતી મુજબ, રાજ્યના નાગરિકો તેમના ઇલેક્ટ્રિક વાહનનું નોંધણીકાર્ય વાહન 4.0 પોર્ટલ મારફતે ઓનલાઈન પદ્ધતિથી કરી શકે છે અને આ ટેક્સ રાહતનો સીધો લાભ લઈ શકે છે.ગુજરાત સરકારનો આ પગલું રાજ્યમાં ગ્રીન એનર્જી તરફ આગળ વધવાનો મહત્ત્વનો પગલું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ પર લાગતા 6% ટેક્સમાંથી 5% સુધીની રાહત જાહેર કરી છે, જેનાથી હવે કુલ ટેક્સ દર માત્ર 1% રહેશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં જાહેર કર્યો હતો અને હવે તેને અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારના આ આદેશથી સીધો લાભ ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને મળશે.વિશેષ જાણકારી મુજબ, ખાસ કરીને કાર માલિકોને આ ટેક્સ રાહતના પગલે અંદાજે ₹30,000 થી ₹1,00,000 સુધીનો સીધો નાણાકીય ફાયદો થવાની શક્યતા છે. ટેક્સ ઘટાડા પછી ઈલેક્ટ્રિક વાહનો હવે વધુ આકર્ષક અને અર્થસભર વિકલ્પ બની રહેશે, જેનાથી તેમના વેચાણમાં વધારો થવાની આશા છે.રાજ્યના નાગરિકો તેમના ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી “વાહન 4.0 પોર્ટલ” દ્વારા ઓનલાઈન કરી આ ટેક્સ રાહતનો લાભ લઈ શકે છે. રાજ્ય સરકારનો આ પગલું માત્ર ટેક્સ રાહત પૂરતું નહીં, પરંતુ ઊર્જા બચાવ, પર્યાવરણ રક્ષણ અને ઇ-વાહન ઉદ્યોગમાં વૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે.