ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ: 111 તાલુકાઓમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર

Gujarat Rain Update : રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જેના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે.

Gujarat Rain Update વરસાદના મુખ્ય આંકડા

સૌથી વધુ વરસાદ: નવસારીના જલાલપોરમાં ૫.૭૫ ઇંચ વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

અન્ય નોંધપાત્ર આંકડા: નવસારીમાં ૪.૮૦ ઇંચ, પારડીમાં ૩.૮૨ ઇંચ, પલસાણામાં ૩.૦૭ ઇંચ, ચીખલીમાં ૨.૪૮ ઇંચ, મહુવામાં ૨.૧૭ ઇંચ, નાનાપોંઢામાં ૧.૯૭ ઇંચ અને કપરાડામાં ૧.૮૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૯૧ જેટલા તાલુકાઓમાં ૧ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જે ખેતી માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.

આજે ક્યાં છે વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે:

મધ્ય અને દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત: કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *