GUJCET 2025 Registration: ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાના આવતીકાલથી શરૂ, જાણો ફી અને પરીક્ષા પેટર્ન

GUJCET 2025 Registration

GUJCET 2025 Registration: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2025) માટે નોંધણી પ્રક્રિયા 17 ડિસેમ્બર, 2024થી શરૂ થશે. વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બર, 2024 સુધી gseb.org અથવા gujcet.gseb.org પર જઈને GUJCET માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

GUJCET 2025 એ એન્જિનિયરિંગ, ફાર્મસી ડિપ્લોમા અને ડિગ્રી કોર્સોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા HSC વિજ્ઞાન સ્ટ્રીમના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ ABના વિદ્યાર્થીઓ માટે આયોગિત કરવામાં આવે છે.

મહત્વના આંકડા અને તારીખો:
આવેદન પ્રક્રિયા: 17 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2024
અધિકૃત વેબસાઇટ: gseb.org અથવા gujcet.gseb.org
પરિક્ષા માટે અરજી ફી: ₹350
ફીની ચુકવણી ઓનલાઈન અથવા SBI શાખા દ્વારા SBlePay સિસ્ટમ મારફતે થઈ શકે છે.

GUJCET 2025 માટે નોંધણી પ્રક્રિયા:
વિદ્યાર્થીઓ gseb.org અથવા gujcet.gseb.org પર પોતાની વિગતો દાખલ કરીને નોંધણી કરાવી શકે છે.
જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવામાં આવશે.
ઓનલાઈન અથવા SBI શાખા દ્વારા ફીની ચુકવની કરવી જરૂરી છે.

GUJCET પરીક્ષા પેટર્ન:
ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર:
40 પ્રશ્નો (દરેક વિષયમાં)
કુલ 80 પ્રશ્નો (80 માર્ક્સ)
સમયમર્યાદા: 120 મિનિટ

જીવશાસ્ત્ર અને ગણિત:
40 પ્રશ્નો
દરેક માટે અલગ OMR શીટ
સમયમર્યાદા: 60 મિનિટ

2024ની પરીક્ષા માટેની વિગત:
ગત વર્ષે GUJCET માટે 1,37,799 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 75,558 છોકરાઓ અને 62,241 છોકરીઓનો સમાવેશ થાય છે.

GUJCET પરીક્ષા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઇજનેરી અને ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા એક મહત્વપૂર્ણ પરિક્ષા છે, જે વિદ્યાર્થીઓને તેમના કારકિર્દી માટે આગળ વધવા માટે તક આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *