ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જેમ જ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેગ્યુલર સર્વિસ સાથે સાથે 250 વધારાની ટ્રીપો ચલાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી

હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે  હાલમાં જે- તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *