ભારે વરસાદની આગાહી: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ભારે કરંટ અને 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે.
માછીમારો માટે ખાસ સૂચના
હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. દરિયાકાંઠે તોફાની પવનો અને ભારે કરંટની સ્થિતિને કારણે આ સૂચના જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી ટ્રફ પસાર થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.
આગામી 12 અને 13 જુલાઈએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરને કારણે ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- દિલ્હી હાઈકોર્ટે Udaipur Files પર લગાવી રોક,11 જુલાઇએ રિલીઝ થવાની હતી