કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે છે. જેના પગલે કચ્છમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છના ઘણા ખરા વિસ્તારો જળબંબાકર જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે કેડ સમા પાણી વચ્ચે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આવામાં આજે પણ કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ છે.

કચ્છ:  માંડવી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. નલિયા રોડ પરની પોલીસ લાઈન પાણીમાં ગરકાવ છે.વરસાદે માંડવીની સ્થિતિ બગાડી છે. માંડવીના બંગલાઓ પાણીમાં ગરકાવ છે. લોકોની કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે. અનેક બંગલાના રહીશો કુદરતના પ્રકોપ સામે લાચાર છે.જ્યાં માંડવીનો આંબાવાડી વિસ્તાર પાણીમાં જોવા મળી રહ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે.

ક્ચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે પૂલ તૂટ્યો છે. ગઢસીસાથી માંડવી તરફનો પૂલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. નદીના ધસમસતા પ્રવાહમાં પૂલ ધોવાયો છે.અબડાસાના વાંકું ગામમાં નદીના પાણી ફરી વળ્યાં છે. અનેક ઘરોમાં ગામ લોકો દ્વારા રેસ્ક્યૂ કરાયું છે. જ્યાં ગામ તળાવ બન્યું છે અને ઘરોમાં ઘૂસ્યાં પાણી ઘૂસ્યા છે.છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટ, ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

આ પણ વાંચો-  વડોદરામાં ચોમેર પાણી જ પાણી, મગર છત પર પહોંચી ગયો,જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *