ગુજરાતમાં 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 25 મે 2025 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે.
21 મે 2025: આજની હવામાન આગાહી
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, અમદાવાદ, વડોદરા, મહેસાણા સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ભરૂચમાં ધોધમાર વરસાદની આશંકા છે.
22 મે 2025: ભારે વરસાદની ચેતાવણી
22 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,  વલસાડ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
23 મે 2025: અતિભારે વરસાદની આશંકા
23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની ચેતાવણી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
નોંધનીય છે કે 24 મે 2025ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
25 મે 2025ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. 26 મે 2025ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.
નાગરિકો માટે સૂચનો
  • સાવચેતી રાખો: દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓએ ભારે વરસાદ અને મેઘગર્જનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી.
  • પૂરની શક્યતા: નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેલો છે, તેથી જરૂરી તૈયારી કરો.
  • ટ્રાફિક અને મુસાફરી: વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા હવામાન અપડેટ તપાસો.
  • હવામાન વિભાગની ચેતવણી: નિયમિત રૂપે હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ અથવા એપ્લિકેશન પરથી અપડેટ્સ મેળવો.

 

 

આ પણ વાંચો- મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *