ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલું છે.
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન- ડિમોલિશન ડ્રાઈવ વિરુદ્ધ કોર્ટમાં અર્જન્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કોઈપણ પ્રકારનો સ્ટે આપવાનો ઈનકાર કર્યો. આનાથી સરકારને ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આગળ વધારવાનો મોકો મળ્યો. મોડી રાતથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર, ટ્રકો અને જેસીબી મશીનો ખડકાઈ દેવામાં આવ્યા હતા.
આ ડિમોલિશન ડ્રાઈવ માત્ર ગેરકાયદે બાંધકામો તોડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શહેરના પર્યાવરણ, સુરક્ષા અને કાયદાના શાસનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે. ચંદોળા તળાવ જેવા કુદરતી સ્ત્રોતોને બચાવવા અને શહેરની સુંદરતા જાળવવા આવી કાર્યવાહી આવશ્યક છે.