HMPV cases are more in Gujarat :ભારતમાં HMPVના કેસમાં વધારો,ગુજરાતમાં સૌથી વધારે કેસ!

HMPV cases are more in Gujarat

 HMPV cases are more in Gujarat : ભારતમાં પણ એચએમપીવીના કેસ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં એચએમપીવીના કુલ 15 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ ગુજરાતમાં નોંધાયા છે. એટલે કે, દેશના કુલ કેસોમાંથી 33% કેસ માત્ર ગુજરાતમાં છે.જ્યારે ગુજરાતમાં આ વાયરસ પ્રવેશ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વાયરસ માત્ર નાના બાળકોને જ પ્રભાવિત કરશે. પરંતુ છેલ્લાં પાંચ દિવસોમાં એક પછી એક કેસ સામે આવ્યાં છે, જેમાં મોટા ભાગના કેસોમાં મધ્યાવસ્થા વયના લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

 HMPV cases are more in Gujarat : ગુજરાતમાં 6 જાન્યુઆરીએ સૌથી પહેલા રાજસ્થાનના ડુંગરપુરના એક બાળકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે સારવાર માટે આવ્યો હતો. આ પ્રક્રીયામાં, છેલ્લા ત્રણ દિવસથી દરરોજ એક-એક નવા કેસ નોંધાતા આવી રહ્યા છે. નાના બાળકોમાં મોટા લક્ષણો તરીકે ખાંસી, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે, પરંતુ આ બાળકોમાં કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નહિ હોવાનો ખુલાસો થયો છે. આથી, આ વાયરસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે હવે તપાસનો વિષય બની ગયો છે.

દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા એચએમપીવીના કેસ:

  • ગુજરાત: 5
  • મહારાષ્ટ્ર: 3
  • કર્ણાટક: 2
  • તમિલનાડુ: 2
  • રાજસ્થાન: 1
  • પશ્ચિમ બંગાળ: 1
  • ઉત્તરપ્રદેશ: 1

કુલ: 15

 

આ પણ વાંચો –  Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *