હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી છે.
હોમગાર્ડની જાહેરમાં હત્યા: ઘટનાની વિગતો અનુસાર, હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો કિશન શ્રીમાળી (34) સોમવારે રાત્રે લગભગ 10:15 વાગ્યે શાહપુર વિસ્તારમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, બદરુદ્દીન શાહ અને તેની પત્ની નીલમ પ્રજાપતિ સાથે તેની નજીવી બોલાચાલી થઈ. બદરુદ્દીને કિશન પર “તું મારી પત્નીને કેમ જોઈ રહ્યો છે?” એવું કહીને હુમલો કર્યો અને છરી વડે તેના પેટમાં ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ કિશનને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
હત્યાની ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે નરોડા વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી લીધા. આરોપીઓની ધરપકડ ઘટનાના થોડા કલાકોમાં જ કરી લેવામાં આવી, જે પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે.
આ પણ વાંચો- GSSSB દ્વારા ગ્રંથપાલ વર્ગ-3ની 12 જગ્યાઓ માટે ભરતી જાહેર