દીકરીઓ કેટલી સુરક્ષિત ગુજરાત અને દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી હતી. પરંતુ, હાલ રાજ્યમાં દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાન બની રહી છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી રહી છે, જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા છે.
દીકરીઓ કેટલી સુરક્ષિત નવરાત્રીના પાવન દિવસોમાં પણ બળાત્કાર અને છડતીની ઘટનાઓ ઓછી નથી થઈ રહી. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મ અને છેડતીની 6 જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓની વાત કરીએ તો 2020-21માં દુષ્કર્મની 2076 ઘટના અને છેડતીની 1100 ઘટનાઓ બની હતી. 2021-22માં 2239 દુષ્કર્મ અને 1183 છેડતીની ઘટનાઓ બની હતી. ત્યાં જ 2022-23માં દુષ્કર્મની 2209 અને છેડતીની 1244 ઘટનાઓ બની હતી.
રાજ્યમાં પહેલાથી જ વડોદરા, માંગરોળ, આણંદ અને ભાયલીમાં બાળાઓને નિશાન બનાવીને દુષ્કર્મના હુમલાઓ નોંધાયા છે.ભાયલીમાં, 11માં ધોરણની એક સગીરા પોતાના મિત્રોની સાથે બેઠી હતી ત્યારે પાંચ નરાધમોએ તેની ઉપર હુમલો કર્યો. 48 કલાકમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા.આણંદમાં, એક સરકારી શાળાની વિદ્યાર્થીણી પર ત્રણ દાનવોએ કેફી પીણું પીવડાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. સગીરાએ બુમાબુમ કરીને ગામના લોકોને મદદ માટે આહ્વાન કર્યું, જેના કારણે આરોપીઓ ભાગી ગયા.
સાવરકુંડલામાં, કોલેજની વિદ્યાર્થિની સાથે વિધર્મી પ્રોફેસર અને એક યુવકે ગાડીમાં અડપલા કર્યા, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, અને ત્યારબાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા.નવરાત્રીના દિવસોમાં પણ બળાત્કાર અને છેડતીની ઘટનાઓ ઘટતી નથી. છેલ્લા 15 દિવસમાં આ પ્રકારની છ ઘટનાઓ સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચો – રતન ટાટાએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? તેમની લવ સ્ટોરી છે ફેમસ!