CMના કાર્યક્રમમાં હોબાળો – ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને મળવા માગે છે, પરંતુ તેમને કોઈ મળવા દેતું નથી.
CM ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો જવાબ આપતાં કહ્યું:
CMના કાર્યક્રમમાં હોબાળો – “તમે કોઈ એજન્ડા સાથે પૂર્વયોજિત રીતે આવ્યા છો. મને મળ્યા પછી જ નિર્ણય કરો. સોમવારે આવો, હું આજે પણ તમને મળીશ. હું લખવા માટે તૈયાર છું, પણ આજે મારે ‘એમ’ કહેવું પડ્યું. ભૂતકાળ અને વર્તમાન વિકાસ તપાસો.”
કાર્યક્રમ પૂરો થયા બાદ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે ફરી ઊભી થઈ અને પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસએ બંને મહિલાઓને બળજબરીથી બહાર લઈ જઈને ડિટેઇન કરી.આ દરમિયાન, બંને મહિલાઓના પતિ — પંકજ શિંદે અને કલ્પેશ નિઝામા — પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમની પોલીસ સાથે ઘર્ષણ થઈ. પોલીસએ બંને પતિઓની પણ અટકાયત કરી.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, ઇરાનથી તેલ ન ખરીદો નહીંતર પ્રતિબંધ લાદવામાં આવશે