ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.

આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં શહેર -જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

જો કે, બેઠકમાં પાટીલના ઉત્તરાધિકારીને લઈ અટકળો પણ જોર પકડી રહી છે. બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓની હાજરી અને પાટીલના તાજેતરના નિવેદનથી રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સુરતના મજુરા વિધાનસભામાં પાટીલએ કહ્યું હતું, “હું આવતીકાલે પ્રમુખ ન પણ હોઉં, એ સારું છે. એક વ્યક્તિને બે હોદ્દા ન આપવા જોઈએ.”અટકળો વચ્ચે સૂત્રોએ સ્પષ્ટતા આપી છે કે આ બેઠક મુખ્યત્વે સેવા પખવાડિયાંની તૈયારી માટે યોજાઈ છે અને પાર્ટીના આયોજનોને અસરકારક રીતે અમલમાં મૂકવા દિશા-નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે.

બેઠક દરમિયાન પાટીલએ કોંગ્રેસ પર પણ કડક પ્રહાર કર્યો હતો. તેઓએ કહ્યું કે “ઘણા વર્ષો સુધી દેશ પર રાજ કર્યા બાદ પણ આજે કોંગ્રેસની સ્થિતિ દુર્બળ છે.” પાટીલએ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં યોજાયેલી વિકાસ યોજનાઓ, ખાસ કરીને ગેસ કનેક્શન અને મફત અનાજની યોજનાઓને પણ વિશેષ ઊજળી હતી.

 

આ પણ વાંચો- પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *