ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા નું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તેમણે 1967માં અમદાવાદ ખાતે ‘કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક’ નામે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા સ્થાપી હતી, જ્યાંથી અત્યાર સુધીમાં હજારો કલાકારો તાલીમ લઈ ચૂક્યા છે.કુમુદિની લાખિયા નો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. સાત વર્ષની નાની વયે તેમણે બીકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની શરૂઆતી તાલીમ લીધી હતી. બાદમાં બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી કથકનું ઊંડું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
તેમની માતા લીલા, જાણીતી શાસ્ત્રીય ગાયિકા હતાં. માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ વધુ તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના શૈક્ષણિક જીવનની શરૂઆત લાહોરમાં થઈ હતી અને તેમણે અલ્હાબાદમાંથી કોલેજની અભ્યાસયાત્રા પૂર્ણ કરી હતી.
કુમુદિની લાખિયાએ તેમની નૃત્ય કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ સાથે કરી હતી. તેઓ વિવિધ પશ્ચિમી દેશોમાં પ્રવાસે ગયા હતા અને ત્યાં ભારતીય નૃત્યનું પ્રદર્શન કરીને તેને આંતરરાષ્ટ્રીય પાથરાવ આપ્યો હતો. બાદમાં તેમણે કોરિયોગ્રાફર તરીકે પણ સફળ કારકિર્દી ગઢી.સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફર પણ હતી.