ઇમરાન ખેડાવાળા: વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં આવી છે, અને આ સંબંધમાં 20 સભ્યોની બેઠક અમદાવાદના તાજ હોટેલમાં યોજાઈ. બેઠકમાં બિલના લાભ અને શક્ય અસરોએ વર્ણવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. અહીં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને બોર્ડના અન્ય સભ્યો હાજર હતા, તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી સહિત જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વકફ સુધારણા બિલ અંગે ચર્ચા કરવામમાં આવી હતી જેમાં કોંગ્રેસના જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ આ બિલને રદ્દ કરવા માટે જણાવ્યું હતું. તેમણે બિલનો વિરોધ કરતા કહ્યું કે, સરકારનો જે પક્ષ છે હું તેના વિરોધમાં છું. જો આ કાયદો બને છે તો મુસ્લિમ સમાજને નુક્સાન થઈ શકે છે તેવી દહેશત વ્યક્ત કરી હતી.જો કે આ મામલે ખેડાવાલાએ બિલને રદ્દ કરવા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, જો આ કાયદો લાગુ થાય, તો મુસ્લિમ સમાજને નુકસાન થઈ શકે છે. ગુજરાતના એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે મેં આ બિલનો વિરોધ કર્યો છે. કમિટી સમક્ષ મેં રજૂઆત પણ કરી છે. વકફ બોર્ડના બિલનો અમે વિરોધ કર્યો છે. મેં તમામ બાબતોના સૂચનો આપ્યા હતા. તેઓના દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે તે અમે માન્ય રાખ્યા નથી. મેં 14 મુદ્દાનું સૂચન કર્યું છે જેની કોપી JPCને આપી છે.
આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારી રીતે કામ કરી રહી છે. ગુજરાતમાં વકફ બોર્ડની 45,000થી વધુ મિલકતો છે, જેમાંથી 39,000થી વધુ સ્થાવર છે. આ મિલકતોમાં મસ્જિદ, મદ્રેસા, રહેણાક ઘર, અને ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર