વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી.
વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક
વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં આવી છે, અને આ સંબંધમાં 20 સભ્યોની બેઠક અમદાવાદના તાજ હોટેલમાં યોજાઈ. બેઠકમાં બિલના લાભ અને શક્ય અસરોએ વર્ણવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. અહીં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને બોર્ડના અન્ય સભ્યો હાજર હતા, તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિવાદ
ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ અંગે મુદ્દો ઉઠાવ્યો, જેના પર હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે વાદ-વિવાદ થયો. આ બિલના પ્રેઝન્ટેશન દરમ્યાન, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બિલને રદ્દ કરવા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, જો આ કાયદો લાગુ થાય, તો મુસ્લિમ સમાજને નુકસાન થઈ શકે છે.
ઇમરાન ખેડાવાલાનો વિરોધ
આ વકફ સુધારણા બિલ અંગે ચર્ચા કરવામમાં આવી હતી જેમાં કોંગ્રેસના જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ આ બિલને રદ્દ કરવા માટે જણાવ્યું હતું. તેમણે બિલનો વિરોધ કરતા કહ્યું કે, સરકારનો જે પક્ષ છે હું તેના વિરોધમાં છું. જો આ કાયદો બને છે તો મુસ્લિમ સમાજને નુક્સાન થઈ શકે છે તેવી દહેશત વ્યક્ત કરી હતી.જો કે આ મામલે ખેડાવાલાએ બિલને રદ્દ કરવા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, જો આ કાયદો લાગુ થાય, તો મુસ્લિમ સમાજને નુકસાન થઈ શકે છે. ગુજરાતના એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે મેં આ બિલનો વિરોધ કર્યો છે. કમિટી સમક્ષ મેં રજૂઆત પણ કરી છે. વકફ બોર્ડના બિલનો અમે વિરોધ કર્યો છે. મેં તમામ બાબતોના સૂચનો આપ્યા હતા. તેઓના દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે તે અમે માન્ય રાખ્યા નથી. મેં 14 મુદ્દાનું સૂચન કર્યું છે જેની કોપી JPCને આપી છે.
વકફ મિલકતોનું વિશ્લેષણ
ગુજરાતમાં વકફ બોર્ડની 45,000થી વધુ મિલકતો છે, જેમાંથી 39,000થી વધુ સ્થાવર છે. આ મિલકતોમાં મસ્જિદ, મદ્રેસા, રહેણાક ઘર, અને ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે.
સુરતની બિલ્ડિંગનો ઇતિહાસ
વકફ ટ્રિબ્યુનલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં SMCની કચેરી 150 વર્ષથી સ્થિત છે. આ બિલ્ડિંગ 1644માં બનાવવામાં આવ્યું હતું અને વકફમાં નોંધાયું હતું.
કાયદેસરની ચર્ચા
2015માં વકફ બોર્ડને આ મિલકતની વકફ હોવાની માહિતી મળી હતી, પરંતુ SMCએ 2021માં આ નિર્ણયનો વિરોધ કર્યો. SMCના દલિલ મુજબ, તેઓએ સંચાલન કરતી વખતે કોઇ વાંધો ઉઠાવાયો નથી, અને વકફ બોર્ડે પ્રૂફને અવગણતા એકતરફું નિર્ણય લીધો.
આ પણ વાંચો – અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર