india-pakistan ceasefire- અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
india-pakistan ceasefire- વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ બપોરે 15:35 વાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો હતો. જણાવ્યું હતું કે, ભારતીય સમય મુજબ 5:00 વાગ્યાથી બંને પક્ષો જમીન, હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ફરીથી બોલશે.
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે X પર લખ્યું – ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે. તે ભવિષ્યમાં પણ આમ જ કરતો રહેશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું: અમેરિકાની મધ્યસ્થી હેઠળ રાતભર લાંબી વાતચીત બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો છે.